કુલ પૃષ્ઠ અવલોકનો

ગુરુવાર, 7 જૂન, 2012

સારી જ્ઞાતિ, ખરાબ જ્ઞતિ


મહિપતરામ રૂપરામ આશ્રમની અનાથ યુવતી "અરુણા આશ્રમમાં રહેતી હોવાથી તેની સાથે કોઈ સારી જ્ઞાતિનો યુવક લગ્ન નહીં કરે તેવો તેને ડર સતાવતો હોવાથી પણ આત્મહત્યા કરી હોવાની શક્યતા છે." (દિવ્ય ભાસ્કર, તા. 8 જુન, 2012).

કેટલાક પ્રશ્નો:

 દિવ્ય ભાસ્કરના રીપોર્ટરને કઈ રીતે આ વાતની ખબર પડી?

સારી જ્ઞાતિ એટલે કઈ જ્ઞાતિ એની સ્પષ્ટતા રીપોર્ટમાં કરવી જરૂરી નથી લાગતી?

  
            શું રીપોર્ટરને અરુણા આપઘાત કરતા પહેલાં મળી હતી
  
   શું રીપોર્ટર અરુણાની જ્ઞાતિથી વાકેફ હતો?

     મારી જાણકારી પ્રમાણે, કહેવાતી સારી જ્ઞાતિનો યુવક લગ્ન નહીં કરે તેવા ડરથી હજુ સુધી કોઈપણ કહેવાતી ખરાબ જ્ઞાતિની કન્યાએ આપઘાત કર્યો જ નથી, કેમ કે તેમને તેમની કહેવાતી ખરાબ જ્ઞાતિમાં જોઇએ તેટલા સારા મુરતીયા મળી જાય છે, ખરુંને પ્રણવ ગોળવેળકરજી?